ધમડકા સીમમાં આવેલી કંપનીમાં લૂંટના ઈરાદે છરી વડુ હુમલો

content_image_4aadfeea-4b29-4365-85af-d22f07dc107a

જય ભારત કંપનીમાં ફરજ બજાવતા વિજયસિંહ ગોપાલસિંહ ગોડના જણાવ્યા પ્રમાણે કંપનીમાં લૂંટ કરવાના ઈરાદે બકાભાઈ ગોરધનભાઈ દેવીપૂજક અને તેની સાથેના શખ્સો છરા અને હથિયાર સાથે દિવાલ કુદીને અંદર આવ્યા હતા જેઓને પકડવા જતાં સિક્યુરીટી ગાર્ડ વિરેન્દ્ર ભોઈને છરી મારીને ઈજાઓ પહોંચાડી હતી તેમજ ઝપ્પાઝપ્પી કરીને નાસી છુટયા હતા તેવું ફરિયાદમાં લખાવાયું છે જ્યારે બકાભાઈ દેવીપૂજકે તેમને સિક્યુરીટી ગાર્ડે મારમાર્યો હોવાનું દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.