પૂર્વ કચ્છના બે એએસઆઈ સહિત ત્રણ સસ્પેન્ડ

રાપર તાલુકાના આડેસર પોલીસ મથકના બે એએસઆઈ અને એક લોકરક્ષક દળના જવાન સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં આડેસર પોલીસ મથકના લૉકઅપમાં રહેલા એક આરોપીને મળવા આવેલાં બે મિત્રોએ લૉક અપમાં પૂરાયેલાં મિત્ર જોડે સેલ્ફી ખેંચી હતી અને તે ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતા આ ઘટના બાદ પોલીસે સેલ્ફી ખેંચનારાં બે વ્યક્તિ અને લૉક અપમાં રહેલાં આરોપી સહિત 3 સામે ગુનો દાખલ કર્યો હતો.આ ઘટનામા પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ ઝાલાની બેદરકારી જણાઈ આવતાં તેમને સસ્પેન્ડ કરાયાં છે. બીજી તરફ, ગત મહિને એટીએસએ આડેસર પાસે દરોડો પાડી ડીઝલ ચોરીના બનાવનો પર્દાફાશ કરેલો. તે દરોડા સંદર્ભે સ્થાનિકે ફરજમાં બેદરકારી દાખવવા બદલ રમેશભાઈ પટેલ અને લોકરક્ષક દળના જવાન નટવરજી વેલાજી ઠાકોરને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે.આમ, એક જ પોલીસ મથકનાં બે એએસઆઈ સહિત 3 જણાં સસ્પેન્ડ થતાં પૂર્વ કચ્છ પોલીસ દળમાં સોપો પડી ગયો છે.