વિમલ પાન મસાલા તથા મીરાઝ તમ્બાકુના આધાર પુરાવા વગર એક ઇસમને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મે શ્રી બોર્ડર રેન્જના પોલીસ મહાનીરીક્ષકશ્રી સુભાષ ત્રીવેદી સાહેબ તથા પશ્ચિમ કચ્છ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબનાઓ દ્રારા ગેર પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન ના પોલીસ ઇન્સપેક્ટર આર.એન.ખાંટ નાઓએ સર્વેલન્સ સ્ટાફ ને સુચના આપતા આજરોજ સર્વેલન્સ સ્ટાફ ના માણસો પ્રેટ્રોલીગ હતા તે દરમ્યાન એ.એસ.આઇ નીરૂભા ઝાલા ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નવી જથ્થાબંધ માર્કેટમાં પાછળના ભાગે આવેલ ગોડાઉન નં.એમ.૧૩ ના કબ્જો ધરાવતો હિરેન મહેન્દ્રભાઇ ઠકકર જે વિમલ પાન મસાલા તથા મીરાઝ તમ્બાકુ આધાર પુરાવા વગરના છળ કપટથી મેળવેલ જથ્થો ગોડાઉનમાં રાખેલ છે જે અંગે ખરાઇ કરતા વિમલ પાન મસાલાની કંતાનની કુલ ગુણ નંગ-૦૪ જેની કુલ્લે કિ,રૂ ૭૮૪૦૦/- તથા ખાખી કલરના બોક્ષ જેમાં મીરાઝ તમ્બાકુ બોક્ષ નંગ-૦૨ જેની કુલ્લે કિ,.રૂ ૧૦૦૦૦/- તથા પ્લાસ્ટીક ના કોથળા મા દોસ્ત સોપારી ગુણી નંગ-૦૩ જેની કુલ્લે કિ,રૂ ૪૫૦૦૦/- તથા પ્લાસ્ટીક ના કોથળા મા વી। તમ્બાકુ ગુણી નંગ-૦૪ જેની કુલ્લે કિ,રૂ ર૦૦૦૦/- એમ અલગ અલગ વિમલ પાન મસાલા તથા મીરાઝ તમ્બાકુ તથા દોસ્ત સોપારી તથા વી! તમ્બાકુ ની કુલ્લે કી.ગ્ર.૧,૫૩,૪૦૦/- નો મુદ્દામાલ ગણી લઇ શક પડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી કલમ-૧૦૨ તળે તપાસ અર્થે કબ્જે કરી મજકુર હિરેન્ન મહેન્દ્રભાઇ ઠકકર ઉ.વ.૩ર રહે.ઓધવ રેસીડેનસી -૧,મ.નં.૫પ ,મુનદ્રા રીલોકેશન સાઇટ,ભુજ વાળાને સી.આર.પી.સી કલમ-૪૧(૧)(ડી) તળે અટક કરેલ છે.

રિપોર્ટ બાય : તેજસ પરમાર – ભુજ