ટ્રેનમાં ટીટી ની બેગ પણ સુરક્ષિત નથી

ગાંધીધામ રેલવે પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે ભુજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ કલેક્ટર તરીકે ફરજ બજાવનાર પાંડિયન માયાડી તેવર સરકારી કાગળો સાથેની પોતાની બેગ સીટ ઉપર બાંધીને ટીકીટ ચેક કરવા ગયા હતા ત્યારે પાછળથી તસ્કરો એ સાંકળ તોડી ને ટિકિટ કલેક્ટર ની બેગ ચોરી કરીને લઇ ગયા હતા.આ અંગે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.