આદિપુરમાં યુવાન પાસે વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરનાર પાંચ સામે ફરિયાદ

image_1583551741

આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના મણિનગર ગણપતિ મંદિર પાસે રહેતા દિલીપભાઈ ભીમજીભાઇ પ્રજાપતિ ઉંમર વર્ષ 27 એ આરોપી શ્યામ ગઢવી પાસેથી ૭૦ હજાર ભીમજી આહિર પાસેથી 50000, ભરત માલી પાસેથી ૭૦ હજાર ઘનશ્યામ ઠક્કર પાસેથી 63000 અને આશિષ બાવાજી પાસેથી 30000 એમ કુલ રૂપિયા 2.83 લાખ વ્યાજે લીધા હતા અને દિલીપભાઈ પ્રજાપતિ એ મૂળ રકમ અને વ્યાજ બંને ચૂકવી દીધું હોવા છતાં આરોપીઓ ટેલીફોનિક ધમકી આપીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હોય ભોગ બનનારા ત્રાસી જતા  દિલીપભાઈ પ્રજાપતિ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.