મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી શિવરાજ ઉર્ફે શિવકુને રેન્જની ટીમે ઝડપ્યો

મોરબી સીટી પોલીસ મથકમાં પ્રોહીબીશન અને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફેટલ અકસ્માતના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી લીધો છે રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો પરથી જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ સંદિપસિંહની સુચનાથી આર આર અકિલા સેલના પીએસઆઈ વી બી ચૌહાણની ટીમના કુલદીપસિહ ચુડાસમા, દિગ્વીજયસિહ ઝાલા, ભરતસિહ પરમાર તથા અનીરુધ્ધસિહ જાડેજાની ટીમે બાતમીને આધારે મોરબી સીટી પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારુના ગુનામાં તથા ગોંડલ તાલુકામાં ફેટલ અકસ્માતના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી શીવરાજ ઉર્ફે શીવકુ રાજાભાઇ વીકમા (રહે. ડાકવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર )ને સાપર (વે.) મુરલીધર વે-બ્રીજ પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે