બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રીવેદી દ્વારા બોર્ડર રેન્જ જીલ્લાઓના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવેલ હોય જેના અનુસંધાને પશ્ચિમ કરછ ભુજના પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયાની સુચનાથી પશ્ચિમ કરછ ભુજના નોડલ અધિકારી નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એમ. દેસાઇ તથા એલ.સી.બીના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કરછ ભુજ જીલ્લાની એલ.સી.બી.ની એક ટીમ રાજસ્થાન ખાતે નાસ્તા ફરતા આરોપીઓની સોધખોળમા હતી તે દરમ્યાન હકીકત મળેલ કે વાયોર પોલીસ સ્ટેશન ફર્સ્ટ 11/2018 આઇ.પી.સી કલમ 406, 407 અને 420ના કામનો નાસ્તો ફરતો આરોપી બાડમેર જીલ્લાના શીવ તાલુકાના કર્ણીસર ગામમા તેના ઘરે હાજર છે જેથી વર્કઆઉટ કરી સ્થાનીક પોલીસ સાથે રાખી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકત વાળો ઇશમ ઇસ્વદાન જવારદાન ચારણ રહે. લંગોકી ઢાણી તાલુકો શીવ, જિલ્લો. બાડમેર વાળો તેના ઘરે હાજર મળી આવેલ હોય જેથી તેને સી.આર.પી.સી. 41(1) આઇ મુજબ અટક કરી આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે. ઉપરોક્ત કામગીરીમા લોકલ કાઇમ બ્રાન્ચ પશ્ચિમ કરછ ભુજના પો.સ.ઇ. એસ.જે. રાણા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા તથા હેડ ફોન્સ. દિપુભા સોઢા જોડાયેલ હતા.