બાલાસર-ધોળાવીરા માર્ગ પર ગમખ્વાર અકસ્માતના બનાવમાં બેના મોત

content_image_68d3f7fd-0581-4731-afea-e0cc9fc3d469

જાણવા મળતી વિગતો મુજબ આ બનાવમાં કલ્યાણપુરના રમેશ રામાભાઈ કોલી (ઉ.વ.ર૬) અને ચાંપારના કરશન મૂળજી ભીલ (ઉ.વ.ર૦)નો સમાવેશ થાય છેે હતભાગીઓ રાપરથી ખડીર બાઈક પર જતા હતા ત્યારે સામેથી આવતી જીપે ટક્કર મારતા બનાવ બનવા પામ્યો હતો. જીપ નંબર જી.જે.૧ર સી.પી. ૦૮૭રનો ચાલક નાસી છુટયો હતો. બનાવના પગલે પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બન્ને હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.  સાંજે ૪ વાગ્યાના અરસામાં આ બનાવ બનવા પામ્યો હતો. બાલાસર પોલીસે જીપ ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. આ બનાવમાં જગદીશ શંભુ ભીલને ઈજાઓ પહોંચી હતી.