ભચાઉ તાલુકાના ના સામખીયાળી ની બાજુમાં આવેલ પ પુ સંઘ્યાગીરી બાપુ સંસ્કૃત વિઘાલ્ય પર ઈટી પ્રા .લિ કંમ્પની ના આર પી સીંગ , અક્ષયભાઈ, દેવાયતભાઈ દ્રારા મુલાકાત લઇ સંસ્થા ની પ્રવૃત્તિ ને બિરદાવી હતી.આર પી સીંગએ પોતાના વ્યક્તવ્યમા જણાવ્યું હતું કે આ તપોભૂમિ પર 100 જેટલા રુષી કુમારો વિના મુલ્યે અભ્યાસ તેમજ કોઇ પણ પ્રકારની ફી અહીં ન લેવાતી હોય ત્યારે એમણે પ્રાચીન સમય ની ગુરુકુળ ના શિક્ષણ યાદ કરી હતી આજ ભુમી પર 300 જેટલી ગૌ માતા ની સેવા થાય છે અને ચોવીસ કલાક અંનક્ષેત્ર ચાલે છે ત્યારે ઇ ટી કંમ્પની ના માધ્યમથી આ સંસ્થા ને 51000 હજાર ના અનુદાન આપશે તેમજ તેમની કંમ્પની હમેશા આ સંસ્થા ને મદદ રુપ થશે તે સાથે તમામ સેવા બિરદાવી હતી.આ પ્રસંગે ઉમીયાશંકર જોષી, ગંભીરસિંહ જાઙેજા, રમેશભાઈ, પ્રગનેશભાઈ, મુકેશભાઈ, જીતેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થા ના વિકાસભાઈ રાજગોર એ સંસ્થા ના પરીચય સાથે ઇ ટી પ્રા લિ કંમ્પની નો આભાર વ્યક્ત કર્યો હતો