રાસાજી ગઢડા ની તેમજ લોદરાણી અને વરણું સર ની સીમમાંથી બાલાસર પોલીસે બિનવારસી હાલતમાં આઠ હજાર મેટ્રિક ટન ચાઈના કલે માટી નો જથ્થો કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે મામલો ખાણ ખનીજ વિભાગ ને સોંપ્યો હતો.બાલાસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મળેલી બાતમીના આધારે પોલીસે રાસાજી ગઢડા ની સીમમાં જઈને બિનવારસી હાલતમાં રહેલ 2605 મેટ્રિક ટન ચાઈના કલે માટી કબજે કરી હતી ત્યારબાદ લોદ્રાણી અને વરણું ની સીમ માંથી 5432 મેટ્રિક ટન ચાઈના કલે માટી નો જથ્થો કબજે કર્યો હતો કુલ પોલીસે 8037 મેટ્રિક ટન માટે નો જથ્થો કબજે કરીને આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ ને સોંપી દીધી છે.