કાસેઝનો એક્સપોર્ટ સાડા સાત હજાર કરોડ પહોંચ્યો

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ 7 માર્ચ 1965 જેનો પાયો નાખ્યો હતો તે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (કાસેઝ ) નો એક્સપોર્ટ સાત લાખથી આજે સાડા સાત હજાર કરોડે પહોંચ્યો છે તેના સ્થાપના દિવસે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા એક્સપોર્ટર, હરિયાળી, સ્વચ્છતા, અને ગ્રોથ સહિતના પેરામીટર ઉપર કંપનીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને કાસેજ ના 56 મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ના સ્થાપના દિવસની ઉજવણીએ કાસેજ ના જોનલ ડેવલોપમેન્ટ કમિશનર ડોક્ટર અમીયા ચંદ્રાએ કાસેજ ની પહેલા ની અને વર્તમાન સ્થિતિ ની માહિતી આપી સાહસિકો અને લોકો ને અવગત કરવી ને કહ્યું હતું કે કાસેજ થકી 28 હજાર લોકોને રોજગારી મળી રહી છે અને ૩૪ ટકાથી વધુ મહિલા કર્મચારીઓ તેમાં સહભાગી છે અને કાસેજ ના વિકાસમાં યોગદાન આપી રહી છે સાત લાખ થી શરૂ થયેલી સફર આજે સાડા સાત હજાર કરોડ એ પહોંચી છે આગામી સમયમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અનેક ઊંચાઈઓ સર કરશે તે દિશામાં સરકાર અને જાનનુ વહીવટીતંત્ર અગ્રેસર છે ઝોનમાં અને ગાંધીધામ સંકુલમાં સ્વચ્છ વાતાવરણ માટે ૧૦ લાખ વૃક્ષો નું રોપણ કરવાનું આયોજન છે અને તે દિશામાં તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે તો આ તકે ડીપીટી ના ચેરમેન સંજય મહેતા એ પુર્વ પ્રધાનમંત્રી ની દૂરંદેશી ને યાદ કરી હતી અને વિકાસ કર્યો નો ઉલ્લેખ કર્યો હતો અને જોન ના વિકાસ માટે જે જરૂરિયાત હશે તેમ ડીપીટી પૂરતો સહકાર આપશે તેમ કહ્યું હતું જોનલ ડેવલપમેન્ટ કમિશનર અમીયા ચંદ્રા, ડીપીટી ચેરમેન સંજય મહેતા, પ્રમોદ વસાવે ,જોઇન્ટ ડીસી સત્યદીપ મહાપાત્રા, ડેપ્યુટી ડીસી દીપક ઝાલા અને ઉદ્યોગકારો ની ઉપસ્થિતિમાં અલગ-અલગ 16 કેટેગરીમાં ઉદ્યોગકારો કંપની માલિકો અને એવોર્ડ આપવામાં આવ્યા હતા.