પોલીસ પ્રજાનો મિત્ર છે એવી ઘણી બધી ઘટનાઓ બની છે પણ અત્યારે આ ઘટનાએ ફરી પાછું સાબિત કરી દીધું છે કે પીલીસ પ્રજાનો સાચો મિત્ર છે. પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ પહેલાં ઝરપરા ગામનાં (૧) હુશેન હાસમ ભટ્ટી (ર) અલી સીધીક ભટ્ટી (૩) સુલેમાન સીધીક લદી (૪) ઉમર સીઘીક ભટી (૫) હારૂન સિધીક ભટીના અલખુશ્બુ બોટ નં.”GJ 12 MO 1445″ ને લઈને છછીનાં દરીયામાં માછીમારી માટે ગયેલ હતા ત્યારે આજે સવારાના દશ વાગ્યે માછીમારી કરી સદર બોટ પરત આવતી હતી ત્યારે મોઢવા નજીકનાં દરીયા કિનારે દરીયામા ઉછળતાં મોજાઓનાં કારણે બોટ પલટી મારી જતાં (૧) અલી સીઘીક ભતી (૨) સુલેમાન સીઘીક ભટી (૩) ઉપર સીધીક ભટ્ટી (૪) હારૂન સિધીક ભટ્ટી બોટથી બહાર નીકળી ગયેલ અને હુશેન હાસમ ભટ્ટી પલટી મારી ગયેલ બોટમાંથી નીકળી શકેલ નહી. જેને બચાવવા માટે મદદ માગતાં અન્ય માછીમારી કરતા મચ્છુઆ તથા માંડવી મરીન પોલીસ સ્ટેશનની દરીયાઇ વિસ્તાર મોટરસાયકલથી પેટ્રોલિંગ કરતાં પો.કોન્સ. ક્મલેશભાઇ મેઘરાજભાઇ તાત્કાલિક પહોચી ગયેલ અને પો. ઇન્સ. એમ.એન. ચૌહાણને જાણ કરેલ. પો.કોન્સ. ક્મલેસભાઇ મેઘરાજભાઇ અન્ય માછીમારી કરતાં મચ્છુવા સાથે ડુબતી બોટ પાસે પહોચી જઇ બોટનું ફાઇબર કુહાડી જેવા હથિયારથી કાપી નાખી બોટમાં ફસાચેલાં હુશેન હાસમ ભટ્ટીને બહાર કાઢેલ હતું. દરમ્યાન પો.ઇન્સ. શ્રી એમ.એન. ચૌહાણ, પો.સબ.ઇન્સ. એ.ડી. ઘાસુરા, પો.હેડ.કોન્સ. ખુમાનસિંહ ખેગારજી પહોચી ગયેલ અને હુશેન હાસમ ભટ્ટીને ગનીભાઇ મેમણના પીકઅપ વાહાનમાં લઈ પો.ઇન્સ. શ્રી એમ.એન. ચૌહાણ તથા સ્ટાફનાં માણસો તાત્કાલિક સિવીલ હોસ્પિટલ લઈ આવી સારવાર માટે દાખલ કરાવેલ છે. આમ પો.કોંન્સ. ક્મલેશભાઇ મેઘરાજભાઇએ અન્ય માછીમારોની મદદથી તથા પોલીસ અધિકારી સ્ટાફ્ને સમયસર જાણ કરી હુશેન હાશમ ભટ્ટીને બચાવી એક ઉમદા કાર્ય કરેલ.