સેવા એ જ સાધના ને અપનાવતા એકાત્મક માનવતાવાદના સુત્રને સાર્થક કરતાં કચ્છ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ ગરીબ રિક્ષાચાલક ઈશ્વરભાઈ મહેશ્વરીની વ્યથા ને વાચા આપી લાયન્સ ક્લબ – ભુજના મેડીકલ વિભાગમાં સેવા આપતાં સેવાભાવી મનસુખભાઈ નાગડાના સહકાર અને માર્ગદર્શનથી તે નાના બાળક નીખીલ મહેશ્વરી ને કીડનીમાં સ્ટોન ફસાયેલ હોવાથી એક કીડની કઢાવી એચ.એલ.ત્રિવેદી કીડની હોસ્પીટલમાં સંપૂર્ણ ફ્રી માં ઓપરેશન કરાવી નવજીવન બક્ષ્યું હતું. ખુબ જ કોમ્પલીકેટ પરિસ્થિતિના બાળકને પહેલા ડેન્ગ્યું થવાથી શારીરિક નબળાઈ અને પછી કિડનીમાં સ્ટોનની પરિસ્થિતિ જીવલેણ હતી પરંતુ તમામ બીમારી માંથી મુક્ત થઇ જતાં બાળક નીખીલ આજે સંપૂર્ણ પણે સ્વસ્થ છે. તેના વાલીઓ એ સાંસદશ્રીની ઓફીસે બાળક સાથે ઉપસ્થિત રહી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તથા મનસુખભાઈ નાગડા નો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે સાંસદશ્રી એ જણાવ્યું હતું કે શ્રી મનસુખભાઈ નાગડા અમદાવાદ-રાજકોટ ની હોસ્પિટલો થી સુપેરે પરિચીત છે. છેલ્લા પાંચ – છ વર્ષમાં મારી ઓફિસે આવા ૬૦ થી ૭૦ જીવલેણ કેશો ની રજુઆતો આવી છે. તેમાં તેઓની સંપૂર્ણ સારવાર ફ્રી માં થયેલ છે. અને તેમને નવજીવન મળેલ છે. મનસુખભાઈ ના ભગીરથ સેવા કાર્યને સાંસદે બિરદાવ્યું હતું.