ગાંધીધામમાં સગીરાની છેડતી કરનાર સખ્સ સામે ફરિયાદ

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે શહેરના જનતા કોલોની વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષીય સગીરાને મકાનનું કામ કરતા સતીષ ઉર્ફે બ્રિજેશ સિંહ છીદુસિંહ તોમર રહે ગળપાદર વાળાએ સગીરાની છેડતી કરી હતી સગીરાને મકાનમાં લઈ જઈને તેણીની સાથે બિભસ્ત હરકતો કરી હતી પરિવારજનો આવી જતા આરોપી ભાગવા જતો હતો ત્યારે લોકોએ તેને પકડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો બનનાર ના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને  આગળની કાર્યવાહી હાથ ધરી છે.