ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વરસામેડી માં રહેતા પુષ્પાબેન વસનદાસ ઠક્કર ઉંમર વર્ષ ૫૫ તેના પુત્ર હર્ષ સાથે મોપેડ ઉપર દીકરીના ઘરેથી ભરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આર્મી ગેટ થી ગળપાદર જતા રોડ ઉપર આહિર સમાજની વાડી પાસે પાછળથી આવેલા બે અજાણ્યા શખ્સોએ પુષ્પાબેન ગળામાંથી ૩૫ હજારની કિંમતની સોનાની ચેનની ચીલઝડપ કરીને નાસી ગયા હતા આ અંગે તેમણે ગાંધીધામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા બાઇક સવાર શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.