વગર ડિપોઝીટે રૃ.૨૩ લાખની લોન લેવા ભુજના વેપારીએ ૧૧.૩૬ લાખ ગુમાવ્યા!

ભુજના વેપારીને ૨૩ લાખ રૃપિયાની લોન આપવાની લાલચ આપી વિવિાધ બહાને ૧૧.૩૬ લાખ રૃપિયા પડાવી લેનારા ૪ ઠગભગતો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ભુજની જૂની રાવલવાડી ખાતે સરકારી ક્વાર્ટરમાં રહેતા ૪૨ વષય જીતેશ શામજીભાઈ ગોહિલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, ગત વર્ષે ઓક્ટોબર માસમાં તેને એક અજાણ્યા મોબાઈલ નંબરાથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે કેપિટલ વેલ્યૂ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી તેમની કંપની કોઈ ગેરન્ટર અને ડિપોઝીટ વગર બીઝનેસ લાન આપતી હોવાનું જણાવ્યું હતું. જીતેશે લોન મેળવવામાં રસ દર્શાવ્યો હતો. જેાથી ધુતારાઓએ ઈન્સ્યોરન્સ પેટે ૨૮ હજાર રૃપિયા એડવાન્સમાં ભરાવ્યા હતા. ત્યારપછી ૫ ટકાના વ્યાજદરે ૨૩ લાખની લોન મંજૂર થઈ ગઈ હોવાનું જણાવી અલગ અલગ બહાને અને અલગ અલગ સમયે અજાણ્યા નામાધારકોએ ફોન પર વાતચીત કરી તબક્કાવાર નાણાં ભરપાઈ કરાવ્યા હતા. જીએસટીના બહાને ૨.૩૮ લાખ, ફાઈલ કોડ જનરેટ કરવાના બહાને ૧ લાખ ૮ હજાર, ૩ મહિનાના એડવાન્સ માસિક હપ્તાના બહાને ૧.૩૦ લાખ,કમિશન સહિતના બહાના તળે ૨૧ ઓક્ટોબર ૨૦૧૯થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન આ રીતે આરોપીઓએ વિવિાધ બહાને ૧૧.૩૬ લાખ રૃપિયા પડાવી લીધા હતા છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા સાયબર ક્રાઈમ પોલીસને અરજી અપાઈ હતી. જેના આાધારે આજે ભુજ એ ડિવિઝન પોલીસે વિવેક સક્સેના, રાઘવ મિશ્રા, ખુશાલ કુમાર અને બેન્ક ખાતાધારક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.