સમગ્ર કરછ જિલ્લા માં દબાણોએ માઝા મુકતા ગૌચર જમીન,ગામ ના છેલ્લા,શ્રી સરકાર જમીન,તેવી કરછમાં અનેક જગ્યાએ મોટા માથા ભારે તત્વો દ્વારા દબાણ કરેલ છે. કરછમાં માં આડેધડ ખડકાયેલા દબાણો દૂર કરવા લાંબા સમયથી ઉઠી રહેલી માંગ બાદ પણ તંત્ર નું પેટ નું પાણી હાલતું નથી કે પછી આખ આઠા કાન કરવામાં આવી રહ્યા છે .ભૂકંપ બાદ કરછમાં વિવિધ માર્ગોનું વિસ્તૃતિકરણ કરવાની સાથો સાથ રાહદારીઓ માટે ફૂટપાથોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં દબાણ પ્રવૃત્તિ જોર મળ્યું હોઈ વર્તમાને શહેરના મોટા ભાગના માર્ગો અને ફૂટપાથો દબાણકારોના કબજામાં આવી ગયા છે. કરછ જિલ્લાના અન્ય ગામડાઓમાં પણ આ દબાણ ઝુંબેશ કામગીરી હાથ ધરવાની લોક માંગ ઉઠવા પામી છે, ત્યારે અંતે કરછ જીલ્લામાં દબાણો દુર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેશ ખરું…? અત્રે ઉલ્લખનીય છે કે, દબાણ હટાવ ઝુંબેશ દર વખત ની જેમ માત્ર નાના ધંધાધારિયો માટેજ પુરતી જ સીમીત રહે એવું ન બને તેમજ આ વખતે તેવું ન કરી સમગ્ર કરછમાં દબાણ હટાવો મહાઝુંબેશ આરંભી અન્ય વિસ્તારોને પણ દબાણ મુક્ત કરવામાં આવે તો જ કામગીરી સાર્થક ગણાશે.આ દબાણ પ્રવૃત્તિમાં હજુ તો માત્ર ટ્રેલર જ વહીવટીતંત્ર પેશ કર્યું હોય ફિલ્મ તો બાકી છે,તેવોજ તાલ સર્જાય છે પરંતુ ક્યારે ફિલ્મ જોવાજ નથી મળતી….. વિકાશ થયો છે ગાંડો માત્ર નાના માણસ માટે દબાણ હટાવ ઝુંબેશ