સેના પ્રમુખ આજે કચ્છની મુલાકાતે સરહદી

આ અધિકારીએઓની મુલાકાતને લઇને સરહદી વિસ્તાર પર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે અને સેના પ્રમુખ સરહદે હવાઈ નિરીક્ષણ કરી સરહદની સલામતી અને સુરક્ષા અંગે પણ માહિતી મેળવશે સાથે સાથે હેલિકોપ્ટર દ્વારા નારાયણ સરોવર પહોંચી ત્યાંથી લકી નાળા અને કોટેશ્વર બીએસએફ કેમ્પ સહિતના વિસ્તારોની પણ સેનાધ્યક્ષ મુલાકાત લઇ અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરશે છેલ્લા ઘણા સમયથી કચ્છના સરહદી વિસ્તારમાં સેનાના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત વધી છે અને સામે પાર ચાલી રહેલી ગતિવિધિ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે ત્યારે તેના સેના અધ્યક્ષના બે દિવસના પ્રવાસેથી સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.