કોરોના વાઈરસ કપડા પર ૮ થી ૯ કલાક સુાધી જીવીત રહેતા હોવાથી તેના સંપર્કમાં આવનારા લોકોમાં વાયરસ ફેલાવવાનું જોખમ વાધી જતાં પશ્ચિમ રેલવે દ્વારા રેલવેના એ.સી કોચમાં બ્લેન્કટ તાથા પડદાની સુવિાધા દુર કરી દિાધી છે. જેના પગલે કચ્છ આવતી ટ્રેનોમાં પણ આ પગલા ભરાયા છે.પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસી કોચમાં ટુરીસ્ટોને અપાતા બ્લેન્કટ તાથા કોચમાં પડદા લગાવવામાં આવતા હોય છે. આ સાથે ચાદર તાથા ઓશીકાના કવર અને નેપકીન સહીતની સુવિાધા આપવામાં આવે છે. જો કે, આમાંથી પડદા અને બ્લેન્કટ સિવાયની ચીજોને દૈનિક ધોવામાં અપાય છે. તેાથી પડદા અને બ્લેન્કટના કારણે વાયરસ ફેલાવવાનું જોખમ વાધી જવાથી તાત્કાલિક અસરાથી તેને ટ્રેનમાંથી દુર કરવામાં આવ્યા છે. જેના પગલે કચ્છ એક્સપ્રેસ તેમજ સયાજીનગરીમાં આજાથી આ સુવિાધા મળશે નહી. જ્યારે અન્ય ટ્રેનોમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, હાલે ટ્રેનોમાં લોકોની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા કોચને સેનીટાઈઝ કરવાની કામગીરી કરાઈ રહી છે. જેમાં દરવાજાના હેન્ડલ્સ, શૌચાલયના નળ, દરવાજાના હેન્ડલ્સ, પ્લેટફોર્મની સીડી સહીતના તમામ સૃથાનો કે જ્યા પ્રવાસીઓના હાથનો સ્પર્શ થતો હોય તે સૃથાનોને જીવાણુમુક્ત કરવા કામગીર કરાઈ રહી છે.