પ્રાપ્ત વિગતો મુજબ ભારતનગરના ૯બી વિસ્તારમાં અન્ના ઈડલીવાળાની લારી પાસે રાત્રિના ૧૧.૩૦ વાગ્યા દરમિયાન પાંચ ઈસમોએ ૧૯ વર્ષીય યુવાન વિકાસ ભવરલાલ આહિર રહેવાસી સોનલનગર ઝૂંપડાને તીક્ષ્ણ હિાથયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અગાઉ લુડો ગેમ કરવાની બાબતમાં બોલાચાલી થઈ હતી જેનું મનદુખ રાખીને આ બનાવને અંજામ અપાયો હતો. બનાવની જાણ થતાં ગાંધીધામ એ ડીવીઝન પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હત્યારાઓને ઝડપી પાડવા માટે એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હત્યા કેસમાં સંડોવાયેલા ગાંધીધામની નવી સુંદરપુરીમાં રહેતા ભરત નારાણ સંઘાર (ઉ.વ.ર૯) તેમજ બે કિશોરની અટક કરી છે. પીઆઈ ડી.વી.રાણાના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા શખ્સને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.