રૃદ્રાક્ષ મહાશિવલીંગ મહોત્સવનું ૯ માં દિવસે શિવભક્તોની હાજરીમાં સમાપન

કચ્છના ઈતિહાસમાં બનેલ અદ્ભુત રૃદ્રાક્ષ મહાશિવલીંગ મહોત્સવનું ૯ માં દિવસે શિવભક્તોની હાજરીમાં સમાપન કરવામાં આવ્યુ હતુ. ૩૦ લાખ રૃદ્રાક્ષ નિર્મિત, સવા ૩૫ ફુટ, વિશ્વનું સૌથી ઉંચુ રૃદ્રાક્ષ મહાશીવલીંગનું નિર્માણ કાર્ય આરંભાયુ તેના કેટલાય મહિનાઓ પહેલા આખાય પ્રસંગની જાજરમાન તૈયારીઓ આદરી દેવાઈ હતી. ભુજ સહિત કચ્છભરના વિવિધ ગામોમાંથી શિવ ભક્તો વિશ્વના સૌથી ઉંચા રૃદ્રાક્ષ મહાશિવલીંગના દર્શનાર્થે આવ્યા હતા. આ રૃદ્રાક્ષ મહાશીવલીંગ પરંપરાંના સર્જક અને શિવ કથાકાર બટુકભાઈ વ્યાસના મુખેથી ૯ દીવસીય શિવ મહાપુરાણ કથાનું જનતાને રસપાન કરાવવામાં આવ્યુ હતુ.મહારૃદ્ર યજ્ઞા, સમુહ રૃદ્રાભિષેક, વિવિાધ સાંસ્કૃતિક કાર્યક્રમો, મેડીકલ કેમ્પ, પુસ્તક મેળો, ૧૦૮ દિવડાની મહાઆરતી, સુંદરકાંડના પાઠ, ભજન-કિર્તન, રાસ-ગરબા, લોક ડાયરા વગેરે જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. મહોત્સવ દરમિયાન મહાશિવરાત્રિ, સતી પ્રાગ્ટય, પાર્વતી પ્રાગ્ટય, શિવ વિવાહ સહિતના પ્રસંગો ઉજવાયા હતા. વિશાળ કાર્યકર્તાઓની ટીમ સાથે સાથે રૃદ્રાક્ષ મહાશિવલીંગ મહોત્સવ સમિતિના આયોજક ઈશ્વરગીરી શ્યામગીરી ગોસ્વામી અને માવજીભાઈ ગુંસાનો આખોય પરિવાર સેવામાં જોતરાઈ ગયો હતો. આ અવિરત સેવામાં કચ્છના સાંસદ , ધારાસભ્ય ર્ સહિતના લોક પ્રતિનિાધીઓ પણ જોડાયા તેમજ અતિાથી પદે શ્રેષ્ઠી વ્યકિતત્વએ પોતાની હાજરી આપીને મહોત્સવની ગરિમાને વાધારી હતી.અંતિમ દિવસે સમિતી દ્વારા દરેક સભ્યો, કાર્યકરો તાથા શ્રેષ્ઠી દાતાઓનું વ્યાસપીઠ પરાથી સન્માન કરવામાં આવ્યુ હતુ. કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવેલા દશનામ ગોસ્વામી સમાજના વિવિાધ હોદેદારો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.