અંજારમાં કેબીનોના નકૂચા તોડીને 8000 ના કપડાં ચોરી

અંજાર પોલીસે જણાવ્યું હતું કે શહેરના ગંગા નાકા ઉપર મુકેશભાઈ ફતનદાસ રાજાણી ઉંમર વર્ષ 45 એ એક  પ્લોટ ભાડે રાખીને તેમાં ત્રણ કપડાની દુકાન શરૂ કરી છે તસ્કરોએ કેબીનો નિશાન બનાવી બેબીના નકૂચા તોડી અંદરથી સાદા પેન્ટ જીન્સ પેન્ટ શર્ટ ટીશર્ટ સહિત બાર કપડાની જોડી કિંમત રૂપિયા 8400 ની ચોરી કરીને લઇ ગયા હતા આ અંગે દુકાન માલિકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર તસ્કરોએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.