ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામના જીઆઇડીસી ઝુપડા રામદેવપીર મંદિર ની બાજુમાં રહેતા સુરેશભાઈ તારણભાઈ મુજપુરા ઉમર વર્ષ 24 ના બહેન રિસામણે બેઠા હોય તેનું મનદુખ રાખી ને આરોપી મસુ લલ્લુ સમેંચા ,દિલુ લલ્લુ સમેચા, અને કિશન મસુ સમેંચા એ ઝઘડો કરી ગાળાગાળી કરી ને સુરેશભાઈ મુજપુરા ઉપર લાકડીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી સુરેશભાઈ મુજપુરા નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.