સેના પ્રમુખે કચ્છની સરહદી સીમાની સમીક્ષા કરી

ભારતીય સેનાના વડાએ સોમવારે કચ્છના સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં રણ અને કોરીક્રીકની વિગતો પણ મેળવી હતી. કચ્છના સરહદી ક્ષેત્રમાં ફરી આ અંગેની વિગતો મેળવી હતી સાથે સાથે હવાઈ માર્ગે પણ વિસ્તારની સમીક્ષા કરી હતીભારતીય સેના વડા મુકુંદ નરવણેએ સોમવારે કચ્છની સરહદી તેમજ ક્રીક સાથે રણની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી અને ભૌગોલિક રીતે મહત્ત્વની ગણાતી આ વિસ્તારની વિગતો પણ મેળવી હતી છેલ્લા ઘણા સમયથી પડોશી દેશો સાથે વકરી રહેલા સંબંધો સમયે ભારતીય લશ્કરના વડાએ આજે કચ્છની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે તેમણે રણ અને કચ્છ સરહદે તૈનાત સલામતી દળો પાસે ઉપલબ્ધ સાધનો અને સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી સાધનો અંગેની પણ વિગતો મેળવી હતી.સવારે ખાસ વિમાન માર્ગે ભુજ પહોંચી લશ્કરી વડા નરવણે આર્મી કેમ્પમાં પહોંચ્યા હતા અને ત્યાં કમાન્ડના વડા લેફ્ટનન્ટ સી. પી. મોહીતે સરહદ અને સુરક્ષા અંગે ભારતીય સેનાના વડાને તમામ વિગતો આપી હતી ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા હવાઇ માર્ગે પણ સમીક્ષા કરી કોટેશ્વર પહોંચ્યા હતા અને ત્યાંથી ક્રીક વિસ્તારની વિગતો મેળવી હતી દરમિયાન બીએસએફના જવાનો દ્વારા અધિકારીઓને કોરીક્રીક સુધી લઇ જવામાં આવ્યા હતા અને એ વિસ્તારની પણ વિગતો આપવામાં આવી હતી સમગ્ર દિવસ દરમિયાન ભારતીય સેનાના વડાએ કચ્છની સરહદ રણ અને દરિયાઇ વિસ્તારની મુલાકાત લઈ સુરક્ષા અંગેની વિગતો મેળવી હતી.