ખારીરોહરમાં પોલીસ ફરિયાદનુ મનદુખ રાખી મહિલાને ધોકાથી માર માર્યો

બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મચ્છુ નગરમાં રહેતા શાંતાબેન હરખાભાઈ ગોયલ ઉંમર વર્ષ ૪૦ ને તે મારા ભાઈ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે મારો ભાઈ જેલમાં જશે પણ તને છોડીશ નહીં એમ કહીને આરોપી દિનેશ જીવા કોલી, દિનેશ ની બહેન ભાવના, રમીલા, લાખુ, અને દિનેશ ની માતા પાંચી બેન એ લાકડીથી શાંતાબેન ગોયલ ઉપર હુમલો કરીને જાતિ અપમાનીત શબ્દો કહી ને માર માર્યો હતો અને ઇજોઓ પહોંચાડી હતી ભોગ બનનાર એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.