ગાંધીધામ તાલુકાના વહીવટી ના તંત્રએ કોરોના ની સમિક્ષા કરી

તાલુકાનું વિભાગ  તાલુકા પંચાયત  શિક્ષણ વિભાગ અને શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા તાલુકા પંચાયતમાં કોરોના વાયરસ અંતર્ગત મીટીંગ રાખવામાં આવી જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ દિનેશ એસ. સુતરીયા,તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસ, તાલુકા શિક્ષણ અધિકારી કૃપાલી ડી. વાગડીયા, ઘટક ૧ અને ૨ ના સી.ડી.પી.ઓ., હેલ્થ સુપરવાઇઝર વિનોદભાઈ ગેલોતર, અને રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના અઘ્યક્ષ મોહનભાઈ ધારશી ઠક્કર, મંત્રી નંદલાલ રામજીવણ ગોયલ, ટ્રસ્ટી પ્રમોદ રાધેશ્યામ બંસલ, હાજર રહેલ. એને શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ તાલુકાની સરકારી શાળાઓ તેમજ આંગળવાડી કેન્દ્ર ના બાળકો માટે સેનેટાઈઝર અને લિકવિડ સોપ તથા જનજાગૃતિ માટે કોરોના વાઇરસને લગતા 50 થી વધુ હોર્ડીંગ, બેનર વિતરણ કરવામાં આવેલ.જેમાં સી આર સી કૉઓર્ડીનેટર અને આઈ સી ડી એસ સુપરવાઇઝર અને સીડીપીઓ સોનલબેન હાજર રહ્યા હતાં.