બાલાસર પોલીસે વિગતો આપતા જણાવ્યું નાગપુર લોદ્રાણી માં રહેતા આશાબેન નારણ રબારી ગત તારીખ 15ના પોતાના ઘરે હતા ત્યારે તેના પતિ નારણ વરજાંગ રબારી સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી જેના પગલે આશાબેન ના પતિ નારણ રબારી આક્રોશમાં આવી ને રસી થી પત્ની આશાબેન ને ગળે ફાંસો આપીને તેમની હત્યા કરી દીધી હતી અને મૃતદેહને લટકાવી દીધો હતો તત્કાલીન સમયે પતી એ આ મામલો આપઘાતમાં ખપાવવા માંગતો હતો પરંતુ આશાબેન ના ભાઈ વિજય ભાઈ રવજી ભાઈ ચુનારા ને આ મામલે શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે પહોંચીને મૃતદેહને પીએમ માટે જામનગર મોકલ્યો હતો દરમિયાન ગળે ફાંસો આપીને હત્યા કરાઇ હોવાનો રીપોર્ટ આવતાં પોલીસે આજે આરોપી હત્યારા પતિ નારણ રબારી ઝડપી પાડયો હતો.