મોથાળા નજીક થુરિયા ફોનના સિગ્નલો પકડાયા

image_1584506058

નખત્રાણાના મોથાળા પાસે થુરિયા ફોનના સિગ્નલો પકડાતા પશ્ચિમ કચ્છ એસઓજી સહિતની સુરક્ષા ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન આવતા રાહતની લાગણી અનુભવી હતી.સરહદી વિસ્તારમાં થુરિયા ફોનના સિંગલ પકડાતા સુરક્ષા એજન્સીઓની દોડધામ મચી ગઈ હતી દરમિયાન એસ.ઓ.જી.ની તપાસમાં શંકાસ્પદ હાથ ન લાગતા સુરક્ષા એજન્સીઓએ રાહતની લાગણી અનુભવી હતી.અબડાસા અને નખત્રાણા વચ્ચેના મોથાળા ગામ નજીકથી થુરીયા ફોનના સિગ્નલો પકડાયા હોવાથી ચકચાર મચી જવા પામી હતી અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરી હતી પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ સ્થાનિક વિસ્તારમાંથી થુરિયા ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ન જણાતા વિમાનમાંથી કોઈ ફોન કર્યો હોવાનું તારણ બહાર આવ્યું હતું