કોરોના વાયરસની મહામારીને જોતા 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને ટાળી દેવામાં આવી છે. સમાચાર એજન્સી એએઆઇ મુજબ, કોરોના વાયરસ (Coronavirus) વધી રહેલા સંક્રમણને પગલે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીને ટાળવામાં આવી છે. જોકે, નવી તારીખોનું એલાન કરવામાં આવ્યું નથી.એવી સંભાવના દર્શાવાઇ રહી હતી કે સાવચેતી દર્શાવતા રાજ્યસભા ચૂંટણી પહેલાથી જ નિર્ધારિત કાર્યક્રમ મુજબ 26 માર્ચે જ યોજાશે. પરંતુ હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે 26 માર્ચે યોજાનારી રાજ્યસભા ચૂંટણી નક્કી સમય પર નથી થાય. એવા આશા પણ રાખવામાં આવી રહી હતી કે ચૂંટણી દરમિયાન માસ્ક અને સેનિટાઇઝર આપવામાં આવશે.