ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં પહેલીવાર વીડિયો કોન્ફરન્સથી સુનાવણી

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં પહેલી વાર કોર્ટની કાર્યવાહી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતામાં મંગળવારે કુલ 3 કોર્ટમાં વીડિયો કોન્ફેરેન્સ દ્વારા કેસેની સુનાવણી યોજાઈ હતી.ગોધરાકાંડના આરોપી ફારૂક ભાણાએ જામીનની મુદત વધારવા અરજી કરી હતી. જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે વિડિઓ કોન્ફેરન્સ દ્વારા આરોપીના વકીલની રજૂઆત સાંભળીને ફારૂક ભાણાના જામીન પહેલી એપ્રિલ સુધી લંબાવ્યા છે. સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી પહેલી તારીખ પર મુલતવી રાખી છે.હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય કોગજેની કોર્ટમાં કુલ 4 કેસની સુનાવણી વીડિયો કોન્ફેરેન્સ દ્વારા યોજાઈ હતી.જયારે ચીફ જસ્ટિસની ખંડપીઠે કેસનું જજમેન્ટ વીડિયો કોન્ફેરન્સ દ્વારા જાહેર કર્યું હતું. હાઇકોર્ટના નવતર પ્રયાસ સફળ થવાને લીધે કોરોનાની વિષમ પરિસ્થિતિમાં કોર્ટ અરજન્ટ કેસ પર વકીલો વગર ટેકનોલોજીની મદદથી સુનાવણી કરી શકે છે.