ચ્છના હવામાનમાં છેેલ્લા બે દિવસાથી પલ્ટો આવ્યો છે. વહેલી પરોઢાથી જિલ્લાના દસેક દસ તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડયો છે. કમોસમી વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખેતી અને બાગાયતી પાકને નુકશાન થવાની સંભાવના સાથે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફુંફાવાની અને વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરમાં ઉભા થયેલા પશ્ચિમી વિક્ષોભના કારણે રાજસૃથાન ઉપર સર્જાયેલા સર્ક્યુલેશનની અસર તળે વરસાદી ઝાપટા પડયા છે. ભુજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પરોઢે ૩.૩૦ વાગ્યાની આસપાસ વાતાવરણમાં પરિવર્તન આવાવની સાથે ગાજવીજ સાથે વરસાદ શરૃઆત થતા જોતજોતામાં માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા. ભુજમાં બપોરે સુાધી વરસાદી ઝાપટાનો દોર યાથાવત રહ્યો હતો.ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુંદરા, માંડવી, નખત્રાણા, નલિયા, ખાવડા, નરા, ગઢશીશા, દયાપર, ખોભંડી, નેત્રા, રત્નાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાપર સહિત વાગડ વિસ્તારમાં વહેલી સવારે વરસાદના ઝાપટા પડયા હતા જેાથી રોડ પરાથી પાણી વહી નીકળ્યા હતા. છેલ્લા બે દિવસાથી આ પંથકમાં માવઠુ થતા ખેતરોમાં તૈયાર રવિ પાકને ભારે નુકશાન થયંુ છે. આણંદપર(યક્ષ) સહિતના પંથકોમાં કેટલાક ખેડૂતોએ પાકની લગણી કરી લીધી છે તેનો તૈયાર પાક ખરામાં પડયો છે. ઘઉં, રાયડાના પાથારા પડયા છે અને ક્યાંક વાઢણી કરાની બાકી છે જેાથી વરસાદ થતા પાકને નુકશાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યુ ંહતું. ઉપરાંતમાં કેરીનો પાક લાગવાની તૈયારીમાં છે, ઝાડ પર મોર લાગેલા છે તાથા નાની નાની કેરીઓ લાગી છે તેને માવઠાથી નુકશાન થયું છે. આ વર્ષે સારા પાકની આશા હતી પરંતુ નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.