કાનમેરમાં દંપતી ઉપર પરાય-કોશથી હુમલો

આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સઈ મા રહેતા અંબાવી ભાઈ વીરાભાઇ બેરા પટેલ ની કાનમેર ની સીમમાં આવેલ વાડીમાં પોતે પાણીનો ટાંકો બનાવ્યો હતો જે આરોપી પોતાના ખેતરમાં બનાવ્યો છે તેવુ સમજીને આરોપી અંબાવી અવચર બેરા, અવચર કરસન બેરા અને દીપક અવચર બેરા એ પરાય-કોશ થી અંબાવી વીરા પટેલ અને તેમના પત્ની રતીબેન અંબાવી પટેલ ઉપર હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી ભોગબનનાર એ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે