લોક ડાઉનની પરિસિૃથતિ વચ્ચે પોલીસ કડક અમલવારી કરાવી રહી છે. ત્યારે આજાથી પશ્ચિમ કચ્છમાં ડ્રોન કેમેરાની મદદ લઈને ભીડ એકઠી કરતા ઈસમો સામે પગલાં ભરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસને ફેલાતો અટકાવવાનો એક માત્ર ઉપાય સામાજિક અંતર છે. તેવી સિૃથતિ વચ્ચે લોકો પોતાના આરોગ્યની જાળવણી પ્રત્યે પણ બેદરકાર જોવા મળી રહ્યા છે.પોલીસ વડા સૌરંભ તોલંબીયાના જણાવ્યા પ્રમાણે ભુજ શહેરના કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેાથી રરપ જેટલા જુદા જુદા સૃથળોએ આવેલા સીસીટીવી મારફતે નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સોસાયટી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો વગર કામકાજે બહાર નીકળે છે તેઓ પર નજર રાખવા ડ્રોનની મદદ લેવાઈ રહી છે જે આજાથી પ્રારંભ કરી દેવાયો છે. આજે જાહેર નામાનો ભંગ કરતી સાત જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ઉપરાંત ૬૦ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. લોકો કોરોના વાયરસ અંગે ગંભીરતા દાખવે અને બીનજરૃરી રીતે ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં પશ્ચિમ કચ્છ ઉપરાંત પૂર્વ કચ્છમાં પણ અમલવારી કરાવાઈ રહી છે.