ખ્યાત હડપ્પન શહેર (સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ) ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવા ભારત સરકારે યુનેસ્કોને ડોઝીયર મોકલી આપ્યું છે. જો યુનેસ્કોની મહોર વાગશે તો એકાદ-બે વર્ષમાં જ ધોળાવીરા ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બની શકે છે. કચ્છના રણદ્વીપ ખડીરમાં આવેલા ધોળાવીરા ઇ.સ. પૂર્વે 3000થી 1800 વચ્ચે જાહોજલાલી માણી રહ્યું હતું.ધોળાવીરા તેની નગરરચનાને કારણે તેના સમકાલિન તમામ નગરો કરતા વિશિષ્ટ છે. આ શહેરમાં પાણીની વ્યવસ્થા તથા ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલું નગર.ભારત સરકારે ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળની સંભવિત યાદીમાં તો સ્થાન આપ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે જ ભારત સરકારે યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇ્ટસમાં સામેલ કરવા ધોળાવીરાની સાથે દક્કન સલ્તનતના સ્મારક એમ બે નામ મોકલ્યા છે. જેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડોઝિયર મોકલાયા બાદ યુનેસ્કોની ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓન મોન્યુમેન્ટસ અને વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન આ સ્થળોની મુલાકાત કરે છે. 10 જેટલા વિવિધ માપદંડોના આધારે નિર્ણય લેવાય છે.