માન. મંત્રીશ્રી વાસણભાઇ આહિર દ્વારા ગાંધીધામ નગરમાં લોકડાઉન સંદર્ભે સમીક્ષા કરવામાં આવી

કંડલા પોર્ટ ની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓ ને સૂચના આપી. કોરોના વાઇરસ સંદર્ભે ખડેપગે કામગીરી કરતા મહેસૂલી તંત્ર, પોલીસ પ્રશાસન અને આરોગ્ય કર્મીઓને રૂબરૂ મળી તેમની કામગીરી બિરદાવી પ્રોત્સાહિત કર્યા. આ મુલાકાત દરમિયાન અંજાર પ્રાંત અધિકારી ડૉ જોષી, DySP શ્રી વાઘેલા, પોર્ટ ટ્રસ્ટ ચેરમેન શ્રી મેહતા, સેક્રેટરી શ્રી વેણુગોપાલ તથા ચીફ મેડીકલ ઓફીસર ઉપસ્થિત રહ્યા હતા.