દિનદયાલ પોર્ટે સતત ૧૩મા વર્ષે નંબર વનનુ સ્થાન મેળવ્યુ

સમગ્ર દેશમાં લોક ડાઉનની સ્થિતિ વચ્ચે કંડલા પોર્ટ પર વૈશ્વિક મહામારી કોવિંદ ૧૯ અંગેની કેન્દ્ર સરકાર, શીપીંગ મંત્રાલય તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જારી કરેલી માર્ઞદર્શિકા મુજબ ડીપીટી ખાતે આયાત નિકાસની કામગીરી ચાલી રહી છે અવિરત ચાલતી કામગીરીમાં કંડલા બંદર ખાતે માલ-સામાનની આયાત નિકાસ માટે હાલમાં ૨૧ જેટલા જહાજ લાંગરવામાં આવ્યા છે જેમાંથી હજાર મેટ્રિક ટન કાર્ગોનુ હેન્ડલીંગ થઇ રહ્યું છેદિનદયાળ પોર્ટ માટે નક્કી કરવામાં આવેલ લક્ષ્યાંક અને આયાત-નિકાસ ટાર્ગેટ કરતાં ગત તારીખ 31-3-2020 ના રોજ 3.5 મિલિયન મેટ્રીક ટન કાર્ગો વધુ હેન્ડલીંગ કરીને 6.51ના વિકાસ દર સાથે 122.50 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનુ હેન્ડલીંગ કરી સતત 13માં વર્ષે દેશના તમામ બંદરગાહોમા પ્રથમ સ્થાન મેળવી વધુ એક કીર્તિમાન સ્થાપ્યો છેઆ સિધ્ધિ બદલ દિનદયાલ પોર્ટના અધ્યક્ષ એસ. કે. મહેતાએ પોર્ટ વપરાશકારો, અધિકારીઓ, કર્મચારીઓ તથા પોર્ટની સાથે સલગ્ન લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાકંડલા બંદરથી આંતરરાજ્ય માર્ગ વાહન વ્યવહાર પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં રાજસ્થાન પંજાબ હરિયાણા સાથે આ વાહન વ્યવહારની શરૂઆત કરવામાં આવી છે અને આવાગમનની શરૂઆત થતા કાર્ગોનું પરિવહન થઈ રહ્યું છે દિનદયાલ પોર્ટ કોલોની ખાતે કામકાજના સ્થળે માસ્કનું વિતરણ, સેનેટાઈઝેશન વગેરેની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને મહામારીથી બચવા માટેના તમામ પ્રયત્નો પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું પી.આર.ઓ ઓમ પ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું