ગાંધીધામની કંપની દ્વારા દશ લાખનો સહયોગ આપ્યો

કોરોના વિરુદ્ધની લડાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા શ્રીરામ ગ્રૂપ (સોલ્ટ) તથા રોયલ ગ્રૂપ દ્વારા વડાપ્રધાન રાહત ફંડમાં પાંચ લાખ રૂપિયાનું અને મુખ્યમંત્રી રાહત ફંડમાં પાંચ લાખ રૂપિયાનું આમ કુલ દસ લાખ રૂપિયાનો સહયોગ આપી પોતાનુ યોગદાન આપ્યું હતું આ રાહત ફંડનો ચેક કચ્છ કલેક્ટરને આપી કોરોના મહાકાય વિરુદ્ધ સહભાગી બન્યા હતા આ ચેક અર્પણ સમયે ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, ધવલભાઈ આચાર્ય, બાબુભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા