Skip to content
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના આંબેડકર નગર પીએસએલ કાર્ગો ઝુંપડામાં રહેતા રાજકુમાર રામજનમ કેવટ એ આરોપી જીતેન્દ્ર પાસવાનના કહેવાથી આરોપી સદામ હુસેન શેખ ને રૂપિયા ઉછીના આપ્યા હતા ત્યારબાદ રાજકુમાર કેવટ રૂપિયા પરત આપવાનું કહેવા જતા આરોપી જીતેન્દ્ર પાસવાન, શૈલેષ કેવટ અને સદામ હુસેન શેખ એ તલવારથી હુમલો કરીને લાકડી વડે માર માર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે