ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કુંજર નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ નું દેવા ધના માતા ના સર્વે નંબર 136 કુંજસર ચોબારી રોડ પર કામ ચાલુ છે અને ત્યાં વાયર સહિતનો સામાન પડ્યો છે તેની સિક્યુરિટી પણ કરવામાં આવી રહી છે સિક્યુરિટી ગાર્ડ માદેવા હીરા આહિર અહીંથી રૂપિયા ૨૧ લાખ ૨૫ હજારની કિંમત ના ચાર વાયર ના ડ્રમ ચોરી કરીને લઇ ગયો છે આ અંગે મહેસાણા સિક્યુરિટી સર્વિસ ના સુપરવાઇઝર ચનુભા બનેસંગ સોઢા એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સિક્યુરિટી ગાર્ડ માદેવા હીરા આહિર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે