દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અબલોડ ગામમાં રમતા-રમતા કુવામાં પડી જતા 3 બહેનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ છે અને ત્રણેય બહેનોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે.દેવગઢ બારીયા તાલુકાના અબલોડ ગામ ગુરૂવારે રાત્રે રમતી વખતે ત્રણેય બહેનો કુવામાં પડી ગઇ હતી. ત્રણેય બહેનો ઘરમાં ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બહેનો મળી આવી નહોતી. પરંતુ આજે સવારે ત્રણેય બહેનોના મૃતદેહ કુવામાં પાણીમાં તરીને ઉપર આવી ગયા હતા.જેથી પરિવારજનોને ત્રણેયના મોત અંગેની જાણ થઇ હતી. આ મામલો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.