લોકડાઉન ઈફેક્ટ : કચ્છમાં વેપાર-ઉદ્યોગને પાંચથી છ હજાર કરોડનું નુકશાન

કોરોના વાઈરસની મહામારીને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારાથી લઈને આજ સુાધીમાં કચ્છના વેપાર-ઉદ્યોગને આશરે પાંચાથી છ હજાર કરોડ રૃપિયાનું આૃધાધ નુકશાન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કારણ કે લોકડાઉન જાહેર થયા બાદ આવશ્યક સેવાઓ સિવાયના તમામ ધંધા-રોજગાર છેલ્લા દસ દિવસાથી ઠપ છે. તાથા સરકારી જાહેરાત અનુસાર લોકડાઉન ન લંબાય તો હજુ બાર દિવસ સુાધી બંધ રહેશે. તેવી સિૃથતિ વચ્ચે નુકશાનીનો આંકડો અત્યાર કરતા બેાથી અઢી ગણો થઈ જવાની ભીતિ છે. તેની સામે વિવિાધ ઉદ્યોગોમાં કામ કરતા બે લાખાથી વધુ કર્મચારીઓ અને શ્રમિકો પણ બેરોજગાર બની ગયા છે. ભૂકંપ બાદ સરકાર દ્વારા આપવામાં આવેલી રાહતોના કારણે કચ્છમાં ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરી છે. કચ્છમાં વિવિાધ ક્ષેત્રના ઉદ્યોગોની નાની-મોટી અનેક કંપનીઓ ધમાધમી રહી છે. કોરોના વાઈરસની મહામારી સામે ગત તા.રર માર્ચના રોજ એક દિવસના જનતા કરફ્યૂ બાદ વડાપ્રાધાન દ્વારા આગામી તા.૧૪ એપ્રિલ સુાધી લોકડાઉન જાહેર કરાયું છે. જેના કારણે કચ્છમાં સૃથાનિક બજારના વેપાર-ધંધાથી માંડીને મોટા ઉદ્યોગો સુાધી દરરોજ પ૦૦થી ૬૦૦ કરોડ રૃપિયા કરતા વાધારે નુકશાની જઈ રહી છે. છેલ્લા દસ દિવસમાં આ આંકડો ૬૦૦૦ કરોડ રૃપિયાથી વાધી ગયો હોવાનું જાણકાર સૂત્રોનું માનવું છે.કચ્છના આિાર્થક પાટનગર સમાન ગાંધીધામ શહેરની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલકુમાર જૈને આ અંગે જણાવ્યું છે કે, આવશ્યક સેવાઓ સિવાયના તમામ નાના-મોટા ઉદ્યોગો બંધ છે. તેનાથી આૃર્થતંત્રને મોટી અસર પડી છે. હજારો કર્મચારીઓ અને કામદારો હાલ બેકાર બની ગયા છે. કરિયાણુ, દૂાધ, શાકભાજી, ગ્રોસરી, દવાઓ સહિતની આવશ્યક સેવા સાથે સંકળાયેલા વેપાર-ઉદ્યોગમાં અત્યારે પ૦થી ૬૦ હજાર લોકોને જ અત્યારે રોજગારી મળી રહી છે.બીજી તરફ આૃર્થશાસ્ત્રના જાણકાર સૂત્રોએ આ મુદ્દે કહ્યું હતું કે, સરકાર દ્વારા તમામ ઉદ્યોગોને કામદારોને વેતન આપવાનો અનુરોધ કરાયો છે. પરંતુ તેનું જમીનીસ્તર પર કેવું અને કેટલું પાલન થાય છે? તે આગામી સમય જ બતાવશે. જો કામદારોને વેતન નહીં મળે તો તમામ પરિવારોની આિાર્થક હાલત કફોડી બનશે. તેની ગંભીર સામાજિક અસરો પડી શકે છે. એકાદ મહિના સુાધી રોજગારી ન મળવાના કારણે આ કામદારો આગામી એક વર્ષ સુાધી ઉંચા આવી શકે તેમ નાથી. વેપાર-ઉદ્યોગ જગતને પણ પાટે ચડતા દોઢેક વર્ષ જેટલો સમય લાગી શકે છે.