ચૈત્રી નવરાત્રિની પુર્ણાહૂતી બાદ તાપમાનનો ઉંચે ચડયો હતો. બે થી પાંચ ડિગ્રી જેટલો વાધારો નોંધાયો હતો. ૪૦.૫ ડિગ્રી સે. સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. કંડલા પોર્ટમાં પાંચ ડીગ્રી જેટલો વાધારા સાથે ૪૦.૧ ડિગ્રી સે. નોંધાયુ છે. કંડલા એરપોર્ટમાં ૩૯.૬ અને નલિયા ૩૮ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. એપ્રિલ માસની શરૃઆત થતાં જ ઉનાળાની પણ શરૃઆત થઈ ચુકી છે. બપોરના સમયે ગરમી અનુભવાનઈ હતી. છેલ્લા બે દિવસાથી ફરી મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડવા માંડયો છે. ભુજમાં બે ડિગ્રીના વાધારા સાથે ૪૦.૫ ડિગ્રી સે. નોંધાયું છે. જે રાજયનું સૌથી ગરમ માથક બન્યું હતું. લઘુત્તમ તાપમાન પણ બે ડિગ્રી જેટલું વાધીને ૨૨.૪ ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૭૦ ટકા અને સાંજે ૨૦ ટકા નોંધાયું છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ અને પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ ૪ કિમીની રહી હતી. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન ૪૦.૧ ડિગ્રી સે., કંડલા એરપોર્ટમાં ૩૯.૬ ડિગ્રી અને નલિયામાં ૩૮ ડીગ્રી નોંધાયું છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચે ચડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.