નખત્રાણા તાલુકાના ઘડુલી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં વજન કાંટામાં સેટીંગ કરીને ગરીબોને આપવામાં આવતા સરકારી રેશનમાં ગોલમાલ કરાતી હોવાની ફરિયાદ લોકોમાંથી ઉઠતા તંત્ર દોડતું થઈ ગયું છે. એક તરફ સરકાર દ્વારા મફત રાશન આપવાની જાહેરાત કરાઈ છે. ત્યારે ઘડુલીમાં સરપંચ, તલાટી, શિક્ષક, હોમગાર્ડના જવાન વગેરેની હાજરીમાં આ ગોલમાલ થઈ હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો છે.ઘડુલીના સૃથાનિક લોકોની ફરિયાદ અનુસાર એક કિલો ખાંડના બદલે ૭૬૦થી ૯૬૦ ગ્રામ જેટલી ખાંડ જ લોકોને મળતી હતી. અહીથી ખાંડ લેનાર દરેક લોકોને પોતાના જથૃથામાં ૧૦૦-ર૦૦ ગ્રામ ઓછી વસ્તુઓ હોવાનું લાગ્યું હતું. ઘઉં અને ચોખામાં પણ આવી રીતે જ વજન કાંટામાં કંઈક સેટીંગ કરીને ઓછો જથૃથો અપાતો હતો. લોકોની ફરિયાદ બાદ દયાપરના મામલતદારે ઘટનાસૃથળે દોડી જઈને તપાસ કરતા અને લોકોની રજૂઆત સાંભળ્યા બાદ હકીકતની ખરાઈ કરતા જથૃથો ઓછો હોવાનું જણાયું હતું. જેના પગલે હવે દુકાનદાર પર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાશે, તેમ નાયબ મામલતદારે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની સૂચના મુજબ સૃથાનિક જવાબદારો હાજર હોવાછતાં થઈ રહેલી આ ગોલમાલને લઈને લોકોમાં તીવ્ર રોષની લાગણી વ્યાપી છે. તેમજ દુકાનદાર સામે કડક પગલા લેવાય તેવી માગણી ઉઠી છે.