બાયડના બાવાની મઠ ગામના ઘઉંના ખેતરમાં આગ ભભૂકી

બાયડ તાલુકાના ગામના બાવાના મઠમાં ખેતરમાં કાપેલા ઘઉંમાં એકાએક આગ લાગતાં બળીને ખાખ થઇ જવા પામ્યા હતા.બાવાના મઠના સુખદેવ ગિરી ચંપા ગીરી ગોસ્વામીના ખેતરમાંત્રણ દિવસ પહેલાં ઘઉં કાપવામાં આવેલા હતા. આ કાપેલા ઘઉં ઉપરથી વીજ તાર પસાર થતા હતા. ખેડૂત પોતાના ઘેર હતો એક સમાચાર મળતા તમારા ખેતરમાં ઘઉં આગ લાગી છે. પરિવાર સાથે ખેતરમાં પહોંચી અને ઘઉંને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ઝડપે પ્રસરી હતી કે બે વીઘા ઘઉં બળીને ખાખ થઇ જવા પામ્યા હતા. સ્થાનિક પ્રશાસનની સાથે વીજ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ પોલીસ સ્ટેશને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તૈયાર થયેલા ઘઉં બળીને ખાખ થઇ જતા. અત્યારના સમયમાં ખેડૂત ઉપર ભાવે આફત આવી હતી. વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા.