ગુજરાતમાં કોરોનાના દિનપ્રતિદિન કેસ વધી રહ્યા છે . ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં પરિસ્થિતિ બેકાબૂ બની તેમ લાગી રહ્યું છે એટલું જ નહીં, દિલ્હી , મુંબઈ, ઇન્દોર પછી અમદાવાદ દેશનું સૌથી ચોથું હોટ સ્પોટ શહેર બન્યું છે.આજે છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૩૯ કેસ અને સુરતમાં ૮૯ કેસ નોધાયા હતા જ્યારે રાજ્યભર માં કુલ ૩૬૭ કેસ નોંધાયા હતા. સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોના વધુ ૧૦ લોકો ને ભરખી ગયો હતો. ગુજરાતમાં કોરોના નો કુલ કેસોનો આંક હવે ૧,૭૪૩ પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુ આંક ૬૩ થયો છે.મોતના આંકડા ઉપર નજર કરીએ તો, ગુજરાત ભારતમાં ત્રીજા ક્રમે રહ્યું છે.આરોગ્ય સચિવ ડા જયંતિ રવિનું કહેવું છે કે, આ તમામ કેસો અમદાવાદ,સુરત, વડોદરા માં હોટ સ્પોટ વિસ્તારમાંથી જ મળી આવ્યા છે. એટલું જ નહીં ,પણ વધુ પ્રમાણમા ટેસ્ટિંગ કરતા પોઝિટિવ દર્દીઓની ઓળખ થઇ રહી છે જેના કારણે ગભરાઈ જવાની જરૂર નથી. જોકે નવાઈની વાત એ છે કે, અમદાવાદ શહેરમાં આજે નોંધાયેલા ૧૪૦ કેસો માં એવું જોવા મળ્યું કે, ૧૫ કેસો જ એવા હતા જેમાં તાવ શરદી ખાંસી ના લક્ષણો જોવા મળ્યા હતા. બાકીના ૧૨૫ દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. આજે દિવસ દરમ્યાન અમદાવાદમાં ૨૩૯, સુરત માં ૮૯ કેસ, વડોદરામાં ૨૮ રાજકોટમાં ૬ કેસ, ભરૂચમાં ૧, દાહોદમાં ૧, નર્મદામાં ૧, રાજકોટમાં ૫ કેસ, મહેસાણા જિલ્લામાં ૧, છોટાઉદેપુરમાં ૧, ભાવનગરમાં ૨, બનાસકાંઠામાં ૨, બોટાદમાં ૧ અને આણંદમાં ૧ કુલ મળીને ૩૬૮ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ત્રણ દરવાજા, મણીનગર, દાણીલીમડા, મેઘાણીનગર, જુહાપુરા, રિલીફ રોડ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં કેસો નોંધાયા હતા. અમદાવાદમાં કોરોના ના કેસોનો આંકડો ૧૦૦૦ ને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં અત્યારસુધી ૧૧૦૧કેસ નોંધાયા છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે.ગુજરાતમાં કોરોના નો મૃત્યુઆંક વધી રહ્યો છે. આજે પણ ગુજરાતમાં કોરોના પિડીત ૧૦ લોકોના મોત નિપજ્યા હતા.જેમાં અમદાવાદમાં સાત દર્દીઓ ના મોત થયા હતા જ્યારે આણંદ ,સુરત અને ભરૂચમાં એક એક દર્દીએ જાન ગુમાવ્યા હતા. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૨૯ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ આંક પર નજર કરીએ તો અમદાવાદ આખા ભારતમાં ત્રીજા ક્રમે રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશને એવી ચેતવણી ઉચ્ચારી છે કે, જો લોકો હજુ પણ સતર્કતા નહીં દાખવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વણસી શકે છે.અમદાવાદઓની લાપરવાહી કોરોના ને વધુ ભયાવહ બનાવી શકે છે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ જોઈએ તો, દર સો વ્યક્તિએ પાંચ પોઝિટિવ છે જ્યારે દર ૧૦૦ દર્દીઓમાં છ દર્દીઓ સાજા થઇ જાય છે .અત્યારે પોઝિટિવ દર્દીઓની ઓળખ થાય તે માટે સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છે,કે દર દસ લાખ દીઠ ૪૪૭ ટેસ્ટ કરાયા છે જે અન્ય રાજયોની સરખામણીમાં સારા અંક ધરાવે છે. ગુજરાતમાં અત્યારે દર સાત મિનિટે એક પોઝિટિવ કેસનો થઈ રહ્યો છે . એટલું જ નહીં પ્રતિ ૧૦ લાખ દીઠ ૧૯ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. આમ ,ગુજરાતમાં લોકલ સંક્રમણનું વધતા પોઝિટિવ કેસો માં ઉછાળો નોંધાયો છે.કોરોના ના કેર વચ્ચે સારા સમાચાર એ પણ છે કે,કોરોના સામે જંગ જીતી ૧૧ જણા સ્વસ્થ થયા છે.આ તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ જોતા અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૧૦૫ સાજા થયા છે. રાજય આરોગ્ય વિભાગનું કહેવું છે કે, ગુજરાતમાં ૧૦૦ દર્દીએ છ દર્દીઓ સાજા થાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં હોટ સ્પોટવિસ્તારોમાં કુલ ૨૯,૧૦૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવશે એટલે ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં હજુ વધુ આંકડો મોટો આંકડો આવી શકે છે.