માધાપર ગામ સંપૂર્ણ સીલ કરાયું

માધાપરના શિવમપાર્કને અડીને આવેલા ક્રિષ્નાપાર્કમાં ૬૨ વર્ષીય વૃધૃધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સંપુર્ણ ગામને તંત્રએ સીલ કરી દિધું છે. ગામના તમામ એન્ટ્રી તાથા એક્ઝીસ્ટ પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયા સાથે ગામની તમામ આવશ્યક ચીજોની દુકાનો- બેંકોને તાકીદે બંધ કરવા આદેશ આપી દેવાયો છે.મળતી માહિતી મુજબ કોરોના સંક્રમિત વૃધૃધના રહેણાંક વિસ્તારની આસપાસની કોલોનીમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘરેઘરે સર્વે કરાયો હતો. જેમાં છેલ્લા ૧૪ દિવસમાં જેઓને શરદી, ઉાધરસ,તાવ રહ્યો હોય તેવા લોકોને ફરીને આરોગ્ય વિભાગ દ્વારા ટ્રીટેમેન્ટ આપવામાં આવી રહી છે. ઉપરાંત લોકોને સંક્રમણાથી બચવા શું કરવું તે અંગે કાઉન્સીલીંગ કરાઈ રહ્યું છે. આ અંગે આરોગ્ય અિધકારીના પ્રેમકુમાર કન્નડ જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ૬૦ વર્ષાથી વધુ વય ધરાવનારા ડાયાબિટીસ, હાઈબીપી , કેન્સર,એચઆઈવી સહિતનાઓને અલગ તારવીને ઘરમાં જ રહેવા ખાસ સુચના અપાઈ છે. ઉપરાંત સંક્રમિત દર્દીના સંસર્ગમાં આવેલા રપ વ્યક્તિને સરકારી અને ૯ર વ્યક્તિઓને ઘરે મળી કુલ ૧૧૭ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. તેઓના ૧૪ દિવસ બાદ સેમ્પલ લેવાશે ત્યાં સુાધી તેઓના આરોગ્ય પર નિરિક્ષણ રખાશે. ગામના કુલ ૫પ૯૬ ઘરોનો સર્વે કરાયો છે. જેમાં ર૧૩૮૯ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. આ પૈકી ૬૦ વર્ષાથી વધુ વયના ર૪૬ર વ્યક્તિઓને અન્ય બિમારી વાળા ૬૪ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.બીજીતરફ પોલીસ તંત્ર દ્વારા માધાપર પોલીસચોકી, બાપાસીતારામ મઢુલી, આર્મેી રોડ આરટીઓ બસ સ્ટેશન સહીતના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોકોને ઘરની કે ગામની બહાર નીકળવા પર સંપુર્ણ મનાઈ ફરમાવાઈ છે. તેમજ ગામમાં બંદોબસ્ત – વોચ રાખવા એસઆરપીની પ્લાટુન,હોમગાર્ડઝ,ગ્રામ રક્ષક દળ સહીતના રક્ષાજવાનો ખડકાયા છે. આ અંગે એસ.પી સૌરભ તોલંબીયા દ્વારા જણાવાયું હતું કે, માધાપર પ્રભાવિત વિસ્તાર જાહેર કરાયો છે ત્યારે દર્દીના રહેણાંકાથી ૩ કિ.મીનો વિસ્તાર સંક્રમણની સંભાવનાઓ વાધી જાય છે તેાથી લોકોને ઘરની બહાર નીકળવું નહી. ડ્રોન દ્વારા ખાસ વોચ કરવામાં આવશે જો કોઈ વ્યકિત ઘરની બહાર જણાશે તો કડક કાર્યવાહી કરાશે.લોકડાઉનમાં ગામમાં અત્યારસુાધી કરીયાણા, શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો, બેંકો વગેરે ખુલ્લી રહેતી હતી. પરંતુ કોરોના કેસના પગલે ગામને કેન્ટોનમેન્ટ ઝોન જાહેર કરતા ગ્રામ પંચાયત દ્વારા નવાવાસ, માધાપર, જુનાવાસ અને વાર્ધમાનનગર ગામના તમામ ધંધા રોજગાર બંધ રાખવા જણાવાયું છે. જેના કારણે સોમવાર સવારાથી જ ગામ સંપુર્ણ બંધ રહ્યું હતું. જ્યાં સુાધી તંત્ર દ્વારા નવી સુચના જારી ન કરાય ત્યાં સુાધી તમામ આવશ્યક ચીજવસ્તુની દુકાનો તાથા ચહલપહલ પર પાંબ દી જાહેર કરાઈ છે. પંચાયત દ્વારા ખાસ ખેડુતોને પણ ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે. તેમજ ઘરે કામ કરવા આવતા કામદારોને પણ ના પાડી દેવા તાકીદ કરાઈ છે.