માધાપરમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયા બાદ જુદા જુદા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને જરૃરી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.માધાપરમાં ત્રણ કિ.મી.નો વિસ્તાર કેન્ટોમેઈન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ૭ કિ.મી.નો વિસ્તાર પ્રતિબંિધત ઝોન તરીકે જાહેર કરાયો છે. ગામમાં બીનજરૃરી અવર જવર બંધ કરવામાં આવી છે તેમજ લોકોએ લોકોએ ખોટી અફવાઓાથી દુર કરવા પોલીસ વડા સૌરંભ તોલંબીયાએ જણાવ્યું છે. ગઈકાલ રાત્રિ દરમિયાન માધાપરમાં ૧૧૦ જીઆરડી, પાંચ નિવૃત આર્મી મેન, ૧પ સીવીલ ડિફેન્સના જવાનો, રપ એસઆરપી જવાનની પ્લાટુન બંદોબસ્તમાં જોડાઈ છે. અહીંના માધાપર પોલીસ ચોકી, બસ સ્ટેશન, સીતારામ મઢુલી, યક્ષ મંદિર, આરટીઓ વસાહત, ઈન્દ્રાધામ સહિતના વિસ્તારોમાં બેરેક રાખીને રસ્તો બંધ કરી દેવાયો છે.