કચ્છના પાલિકા વિસ્તારોમાં હવેથી ખાનગી વાહનો લઈને નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ

content_image_b2dc66d6-1625-49d8-afd0-636ba00a0aba

કચ્છમાં કોરોના વાઈરસનું સંક્રમણ વાધી રહ્યું હોય લોકોમાં ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે. તેવી સિૃથતિ વચ્ચે તંત્ર દ્વારા પણ લોકડાઉન અંગેના નિયમો થોડા વાધારે કડક બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત હવેાથી જિલ્લાના નગરપાલિકા વિસ્તાર એટલે કે શહેરી વિસ્તારમાં ખાનગી વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. લોકો હવેાથી પોતાના ખાનગી ફોરવ્હિલ કે ટુવ્હિલ લઈને બજારમાં નિકળી શકશે નહીં. બીજી તરફ બજારમાં ખરીદી માટેનો સમય પણ બદલી નાંખવામાં આવ્યો છે.કચ્છ કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામા બહાર પાડીને આગામી તા.૧૪ એપ્રિલ સુાધી કચ્છ જિલ્લાના પાલિકા વિસ્તાર ભુજ, ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર અને માંડવીમાં કોઈપણ ખાનગી વાહનો લઈને નિકળવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિયમોનો ભંગ કરીને કોઈ વાહન લઈને નિકળશે તો વાહન ડિટેઈન કરવા સુાધીના કડક પગલા લેવાની તંત્રની તૈયારી છે.બીજી તરફ બજારમાંથી આવશ્યક વસ્તુઓની ખરીદી માટેનો સમય પણ બદલી નાંખવામાં આવ્યો છે. અત્યાર સુાધી લોકોને ખરીદી માટે સવારે ૭થી ૧૧ અને સાંજે પ થી ૭ વાગ્યા સુાધી છુટ આપવામાં આવી હતી. તેના બદલે હવેાથી લોકોએ સવારે ૭થી બપોરના ૧ર વાગ્યા સુાધીમાં જ ખરીદી કરી લેવાની રહેશે. ત્યાર બાદ કોઈપણ દુકાનો ખુલ્લી રાખી શકાશે નહીં. આ મુક્તિના સમયગાળામાં પણ તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા તાકીદ કરવામાં આવી છે.