કુંજીસરમાં ગેટકોના 21.25 ના ચાર વાયર ના દ્રમ ચોરીમાં બે ઝડપાયા

ભચાઉ તાલુકાના કુંજીસર ની સીમમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ગેટકો નો કામ ચાલુ હોય અહીં વાયર સહિત ની સાધનસામગ્રી પડી છે તસ્કરો 21.25 લાખની કિંમત ના ચાર વાયરના ડ્રમ ચોરી કરીને લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે ભચાઉ પોલીસે આ ચોરીના મામલામાં અલગ ટીમ બનાવીને બે શખ્સોને ઝડપી પાડયા છે ચોરીનો મુદ્દામાલ બનાસકાંઠા જિલ્લાના આરસી ગામની સીમમાં માટીના ઢગલાં સંતાડ્યો હતો આ મુદ્દામાં રાજસ્થાન લઈ જવાનો હતો પરંતુ લોક ડાઉનના પગલે માલની હેરાફેરી ન થઈ શકી અને પોલીસે પૂર્વ બાતમીના આધારે બંને શખ્સોને ઝડપી કાર્યવાહી શરૂ કરી છેભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કુંજર નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ નું દેવા ધના માતા ના સર્વે નંબર 136 કુંજસર ચોબારી રોડ પર કામ ચાલુ છે અને ત્યાં વાયર સહિતનો સામાન પડ્યો છે તેની સિક્યુરિટી પણ કરવામાં આવી રહી છે અહીંથી રૂપિયા ૨૧ લાખ ૨૫ હજારની કિંમત ના ચાર વાયર ના ડ્રમ ચોરી કરીને લઇ ગયો છે આ અંગે મહેસાણા સિક્યુરિટી સર્વિસ ના સુપરવાઇઝર ચનુભા બનેસંગ સોઢા એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છેદરમિયાન પૂર્વ બાતમીના આધારે ભચાઉ પોલીસે એક ટીમ બનાવીને આ ચોરીમાં સંડોવાયેલા આરોપી ઇશાક ભૂરા કુંભાર રહે નાગપુર લોદરાણી અને સાજણ સુમાર કુંભાર રહે પ્રાગપર ને ઝડપી પાડયા હતા આરોપીઓ આ ચોરીનો મુદ્દામાલ રાજસ્થાન મોકલવાની ફિરાકમાં હતા પરંતુ લોક ડાઉનલોડ ના પગલે આ ચોરીનો માલ સગેવગે થઇ શકયો ન હતો આરોપીઓ ચોરીનો મુદ્દામાલ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના આરસી ગામની સીમમાં માટીના ઢગલા માં છુપાવ્યો હતો માલ રાજસ્થાન જાય તે પહેલાં જ ભચાઉ પોલીસે આરોપીઓને ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો અને તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો