સમાઘોઘા પાસે ટ્રક હડફેટે ચાલકનું મોત

મુન્દ્રા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નખત્રાણા નાની અરલ માં રહેતા 26 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ મારવાડા પોર્ટ ઉપરથી મીઠું ખાલી કરવા જતા હતા ત્યારે સમાઘોઘા ની સાવિત્રી વિહાર કોલોની પાસે હાઈવે ઉપર ટ્રકમાં પંકચર પડતા ટ્રક ઉભી રાખીને ટાયર બદલતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી ટ્રક નંબર જીજે 12 એયુ 55 50 ના ચાલકે રઘુ પરથી કાબુ ગુમાવતા ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાઇ હતી જેના કારણે ટાયર બદલી રહેલા મહેશભાઈ મારવાડા ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ અંગે મુન્દ્રા પોલીસે આરોપી ટ્રકના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે